ધોરણ ૮ વિજ્ઞાન પાઠ ૧૭ (NCERT)

( 1 )નીચેનામાંથી કોણ સૌર મંડળનો સભ્ય નથી?
A. લઘુગ્રહ       B. ઉપગ્રહ    C. નક્ષત્ર             D. ધૂમકેતુ
( 2 ) નીચેનામાંથી કોણ સૂર્ય નો ગ્રહ નથી?
A. વ્યાધ           B. બુધ        C. શનિ             D. પૃથ્વી
( 3 ) રાત્રિ આકાશમાં દેખાતા બધા તારાઓમાં સૌથી તેજસ્વી તાર કયો છે?
A. ધ્રુવ              B. વ્યાધ      C. શુક્ર               D. આલ્ફા સેટૌરી
( 4 ) વ્યાધ નો તારો કયા નક્ષત્રની નજીક છે?
A. સપ્તર્ષિ         B. શર્મિષ્ઠા     C. મૃગશીર્ષ        D. મઘા
( 5 ) નીચેના પૈકી કોનો સૂર્ય મંડળમાં સમાવેશ થતો નથી?
A. ગ્રહો              B. ઉપગ્રહો    C. ધૂમકેતુઓ     D. તારાઓ
( 6 )સૂર્ય મંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે?
A. મંગળ             B. ગુરુ         C. શુક્ર               D. શનિ
( 7 ) મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે?
A. લીલા              B. નીલા       C. લાલ.     D. પીળા
( 8 )કયા ગ્રહો પોતાની ધરી પર પૂર્વ થી પશ્ચિમ દિશામાં ફરે છે?
A. બુધ અને ગુરુ           B. બુધ અને શુક્ર     C. શુક્ર અને યુરેનસ        D. બધા જ ગ્રહો
( 9 ) કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં દેખાય છે?
A. શુક્ર                  B. બુધ            C. મંગળ          D. નેપ્ચ્યૂન
(10) કયા ગ્રહ ને સવારનો કે સાંજનો તારો કહે છે?
A. શુક્ર        B. બુધ        C. ગુરુ         D. મંગળ
(11) ગુરુ ગ્રહ પૃથ્વી કરતા કદમાં કેટલા ઘણો મોટો છે?
A.500       B.850        C.1300      D.1700
(12) નીચેના પૈકી કયા ગ્રહના ઉપગ્રહો નથી?
A. બુધ        B. ગુરુ         C. શનિ        D. યુરેનસ
(13) કયા ગ્રહને ચન્દ્રની માફક કળાઓ હોય છે?
A. ગુરુ        B. શુક્ર          C. શનિ         D. યુરેનસ
(14) કયો અવકાશી પદાર્થ ખરતા તારા થી ઓળખાય છે?
A. ઉપગ્રહ    B. ઉલ્કા      C. લઘુગ્રહો    D. ધૂમકેતુ
(15) ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે?
A. ખરતો તારો              B. પૂંછડિયો તારો        C. સવારનો તારો           D. સાંજનો તારો
(16) કયો અવકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતું નથી?
A.સૂર્ય      B.સપ્તર્ષિ       C.તારો      D.ચંદ્ર
(17) પૂનમ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ વિભાગનું કદ કેવું થાય છે?
A.વધતું જાય છે.     B.ઘટતું જાય છે.      C.અચળ જળવાઈ રહે છે.      D.આપેલ પૈકી એકપણ નહીં
(18) સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે?
A.8 પ્રકાશ મિનિટ     B.8 પ્રકાશ વર્ષ      C.15 લાખ કિલોમીટર     D.3 લાખ કિલોમીટર
(19) સૂર્યના કયા ગ્રહોની પરિભ્રમણ ની દીશા પૃથ્વીના ધરીભ્રમણ ની દિશા કરતાં ઊલટી છે?
A.બુધ અને ગુરુ               B.બુધ અને શુક્ર         C.મંગળ અને ગુરુ            D.શુક્ર અને યુરેનસ
(20) નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે?
A.યુરેનસ      B.ગુરૂ       C.શનિ      D.શુક્ર
(21) નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે?
A.શુક્ર           B.બુધ      C.પૃથ્વી     D. શનિ
(22) નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઇ શકાતો નથી?
A.શુક્ર          B.મંગળ        C.બુધ       D.નેપ્ચ્યૂન
(23) હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલો છે?
A.30 દિવસ     B.365 દિવસ    C.76 વર્ષ     D.850 વર્ષ
(24) પ્રકાશવર્ષ શાનો એકમ છે?
A.સમય        B.વેગ        C.અંતર         D.પ્રકાશની તીવ્રતા 
(25) ચંદ્રની કળાઓ થાય છે કારણ કે......
A.આપણે ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છી.તે આપણા તરફ પ્રકાશ પરાવર્તિત કરે છે.
B. ચંદ્રથી આપણું અંતર બદલાતું રહે છે.
C. પૃથ્વીનો પડછાયો ચંદ્ર નો કેટલોક ભાગ જ આવરે છે.
D. ચંદ્રના વાતાવરણ ની જાડાઈ એકસરખી રહેતી નથી.

( 1 ) સૌર મંડળના સૌથી મોટા ગ્રહનું નામ આપો.
( 2 )રાત્રિ આકાશ નો સૌથી તેજસ્વી દેખાતો અવકાશી પદાર્થ કયો છે?
( 3 ) ચંદ્ર ની આસપાસ ફરે છે?
( 4 ) પૃથ્વી કોની આસપાસ ફરે છે?
( 5 )આકાશના કયા ભાગમાં પૂનમનો ચંદ્ર ઊગતો દેખાય છે?
( 6 ) સૂર્ય પછીનો નજીકનો તારો કયો છે?
( 7 )આકાશ માં કયો તારો હંમેશા એક જ સ્થાને રહેતો દેખાય છે?
( 8 ) શર્મિષ્ઠા નક્ષત્ર માં અગ્રગણ્ય તારાઓની સંખ્યા કેટલી છે?
( 9 ) મૃગ નક્ષત્રની નજીક કયો તેજસ્વી તારો દેખાય છે?
(10) પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ કયો છે?
(11) બધા ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે?
(12) હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલો છે?
(13) પ્રકાશવર્ષ શાનો એકમ છે?
(14) ચંદ્ર કયા દિવસે સંપૂર્ણ ગોળ દેખાય છે?
(15) ચંદ્ર કયા દિવસે બિલકુલ દેખાતો નથી?
(16) આકાશના કયા ભાગમાં પૂનમનો ચંદ્ર ઊગતો દેખાય છે?
(17) સૂર્ય પૃથ્વીથી લગભગ કેટલો દૂર આવેલો છે?
(18) સપ્તર્ષિ નક્ષત્ર નો આકાર કેવો છે?
(19) શિકારી તરીકે ઓળખાતા તારા નું નામ જણાવો.
(20) સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે?

( 1 ) બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે.
( 2 ) યુરેનસ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે.
( 3 )INSAT એક કૃત્રિમ ઉપગ્રહ છે.
( 4 ) મૃગશીર્ષ નક્ષત્ર ફક્ત ટેલિસ્કોપથી જ જોઈ શકાય છે.
( 5 ) તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા છે.
( 6 ) દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો જોઈ શકાય છે.
( 7 )નક્ષત્ર ના બધા જ તારાઓ પૃથ્વી સમાન અંતરે આવેલા હોય છે.
( 8 ) ગુરુનું દળ પૃથ્વી ના દળ કરતાં 100 ગણું છે.
( 9 ) પૃથ્વીની આસપાસ ફરતા માનવસર્જિત ઉપગ્રહોને લઘુગ્રહ કહે છે.
(10) ગ્રહો સૂર્યની આસપાસ ફરવા ની સાથોસાથ પોતાની ધરી ઉપર પણ ભમરડા ની માફક ફરે છે.


( 1 ) સૂર્યની સૌથી દૂરનો ગ્રહ __________________ છે.
( 2 ) __________________ ગ્રહ રંગમાં લાલાશ પડતો હોય છે.
( 3 ) આકાશમાં કોઇ ચોક્કસ આકાર બનાવતા તારાઓના જૂથને __________________ કહે છે.
( 4 )ગ્રહો ની આજુબાજુ પરિભ્રમણ કરતા અવકાશી પદાર્થોને __________________ કહે છે.
( 5 ) __________________ અને __________________ ગ્રહની કક્ષા વચ્ચે લઘુ ગ્રહો આવેલા હોય છે.
( 6 ) પૃથ્વીની સૌથી નજીકનો તારો __________________  છે.
( 7 ) તારાઓના પૃથ્વીથી અંતર વપરાતો મોટો એકમ __________________ છે.
( 8 ) ધ્રુવનો તારો હંમેશા __________________ દિશામાં જ દેખાય છે.
( 9 ) મંગળને _______________ ઉપગ્રહો છે.
(10)_____________ ગ્રહ પોતાની ધરી પર ખૂબ ઝડપથી ફરે છે.
(11) સૂર્યની સૌથી નજીક નો ગ્રહ ____________ છે.
(12) પૃથ્વીની સૌથી નજીકનો પાડોશી ગ્રહ __________ છે.
(13) ગુરુ નું દર્દ પૃથ્વીના દર કરતા ______________ ગણું છે.
(14) સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહ ધરાવતો ગ્રહ ____________ છે.
(15) સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ __________ છે.
(16) __________ પૃથ્વીનું એક પરિક્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે છે.
(17) પ્રકાશ પ્રતિ સેકન્ડે આશરે __________ કિલોમીટર અંતર કાપે છે.
(18) સપ્તર્ષિ નક્ષત્ર માં અગ્રગણ્ય તારાઓની સંખ્યા __________ છે.
(19) શર્મિષ્ઠા તારાજૂથ નો આકાર __________ જેવો છે.
(20) સૂર્યમંડળના ગ્રહો ની સંખ્યા __________ છે.







Comments